અનુ.જાતિ – જનજાતિ અત્યાચાર અંગેની અરજીઓની તાત્કાલિક તપાસ કરી કાયૅવાહી કરવા સુચન કરાયું; પાટણ તાલુકાની અનુ.જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ મોનીટરીંગ સમિતિની બેઠક બુધવારે પ્રાંત અધિકારી હરીશ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં એટ્રોસીટી એક્ટ લગત ફરીયાદની સમીક્ષા થી તેમજ ડીવાયએસપી એસ.સી,એસટી પાટણ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા અનુસુચિત જાતિ – જનજાતિ અત્યાચાર અંગે પાટણ તાલુકા વિસ્તારમાં કોઈ અરજી આવે તો એની તાત્કાલિક તપાસ કરાવી યોગ્ય નિયમોનુસાર કાર્યવાહી કરવા સુચન કરેલ હતું. નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ કચેરી પાટણ દ્વારા સહાય બાબતે કરેલ કાર્યવાહી ની નોધ આ કમીટી સમક્ષ મુકવા પણ સુચન કરવામાં આવ્યું હતું.જયારેડીવાયએસપી એસ.સી એસ.ટી પાટણ દ્વારા વિગતવાર એટ્રોસીટી કેસોની માહિતી આપવામાં આવી હતી.
- May 1, 2025
0
488
Less than a minute
Tags:
- Action Taken
- Atrocity Applications
- Community Support
- DySP SC
- Government Officials Involved
- Immediate Investigation
- Local Governance
- Meeting Highlights
- Monitoring Committee
- Patan Taluka
- Provincial Officer
- Public Welfare Initiatives
- SC-ST Atrocities Prevention
- Scheduled Caste Welfare
- Social Justice Committee
- ST Patan
You can share this post!
editor

