પાટણ જિલ્લાના ૨૪૦ મહેસુલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું

પાટણ જિલ્લાના ૨૪૦ મહેસુલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું

મહેસુલી કર્મચારીઓની સામૂહિક રજા ના કારણે ઠપ્પ બનેલી કામગીરી થી અરજદારોને મુશ્કેલી ભોગવવી પડી; પાટણ જિલ્લાના મહેસૂલી વિભાગમાં કાર્યરત ૨૪૦ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને સરકાર દ્વારા સંતોષવામાં આવે તેવી માંગ સાથે બુધવારે સામૂહિક રજા પર ઉતરીને કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કર્મચારીઓમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટીઓ જોડાયા હતા.

કર્મચારીઓએ પોતાની મુખ્ય માગણીઓમાં સમયસર પ્રમોશન, જિલ્લા ફેરબદલી અને ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓનું સમયસર આયોજનની માંગ હોવાનું જણાવ્યું હતું. પાટણ કલેકટર કચેરી ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનની અસર સામાન્ય નાગરિકો ઉપર પડી હતી કારણ કે કર્મચારીઓના માસ સીએલ પર ઉતરવાથી ઈ-ધરા, રેશનકાર્ડની કામગીરી, આવકના દાખલા, જાતિના દાખલા, EWS પ્રમાણપત્ર અને નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ જેવી મહત્વની સેવાઓ પ્રભાવિત થઈ હોય આ કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *