જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામ હત્યાકાંડની નિંદા કરતો સંદેશ મોકલ્યો અને કહ્યું કે રાજ્યભરના લોકો 22 એપ્રિલના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના ખાસ સત્ર દરમિયાન બોલતા, ઓમર અબ્દુલ્લાએ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના નામ વાંચી સંભળાવ્યા, જેની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી.
અમારામાંથી કોઈ આનું સમર્થન કરતું નથી. તેણે અમને અંદરથી ખાલી કરી દીધા છે. 26 વર્ષમાં, આ પહેલી વાર છે જ્યારે મેં લોકોને આ રીતે તેમના ઘરમાંથી બહાર આવતા જોયા છે. કઠુઆથી કુપવાડા સુધી, ભાગ્યે જ કોઈ શહેર કે ગામ હશે જ્યાં લોકો આ હુમલાની નિંદા કરવા માટે તેમના ઘરમાંથી બહાર ન નીકળ્યા હોય, તેવું તેમણે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું કે બૈસરનમાં 21 વર્ષ પછી આટલા મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે.
મને ખબર નહોતી કે મૃતકોના પરિવારોની માફી કેવી રીતે માંગવી… યજમાન હોવાને કારણે, પ્રવાસીઓને સુરક્ષિત રીતે પાછા મોકલવાની મારી ફરજ હતી. હું તે કરી શક્યો નહીં. મારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી, તેવું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

