સુરતમાં યુવકનું માસ્ક મોઢેથી નીચું ઉતરી જતા પોલીસે કરી તાલીબાની સજા

ગુજરાત
ગુજરાત

સુરતના મહીધરપુરાના હિરા બજારમાં મોઢે અડધુ માસ્ક પહેરનારા યુવકને પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ લાગ્યો છે. મારનો ભોગ બનેલા હીરા દલાલ મોક્ષ પ્રવિણચંદ વડેયાએ સુરત નવી સિવિલમાં સારવાર લેવાની ફરજ પડી છે. ગુરુવારની રાત્રે મોક્ષ વડેયા નામનો યુવાન ઓફીસના પાર્કિગ માંથી બહાર નીકળતા જ પોલીસે જબરજસ્તી પકડી તૂટી પડ્યા હોવાનો આરોપ લાગ્યો છે. મોક્ષ ઉપરાંત 60 વર્ષના વૃદ્ધ સહિત છ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા અને ત્યાં ઢોરની જેમ ફટકાર્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે.

મારને લઈને સારવાર માટે સિવિલ પહોંચેલા મોઢને મેડિકલ ઓફિસરે ઇજાઓ જોઈ. સર્જરી અને ઓર્થોમાં રીફર કર્યા. કમર પર ઓપરેશન થયું છતાં પોલીસ દંડા અને કોણીથી મારતા જ રહયા હોવાનો આક્ષેપ લાગ્યો છે. માસ્ક મોઢે નાક નીચે ઉતરી જવાની સજા તાલિબાની કરતા વધારે કુરતા પૂર્વકની હતી. તેવો મોક્ષ વડેયાએ આરોપ લગાવ્યો છે. મારનો ભોગ બનેલા યુવાનના પિતાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.