પીએમ મોદી કોરોનાના 3 વેક્સિન સેન્ટરની લેશે મુલાકાત, આવતીકાલે આવી રહ્યાં છે અમદાવાદ

ગુજરાત
ગુજરાત

દેશમાં જ્યાં જ્યાં કોરોના વિરોધી રસી બની રહી છે ત્યાં ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જઇ રહ્યા હતા. લોકોને સમયરસ રસી મળતી થાય એ માટે ખુદ વડા પ્રધાન દોડાદોડ કરી રહ્યા હતા. હાલ દેશમાં ત્રણ સ્થળે કોરોના વિરોધી રસી બની રહી હતી અને એના પર ટ્રાયલ ચાલુ હતી. ભારત સરકારે એવો નિર્ણય કર્યો હતો કે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીનો વિચાર કરશે. આ રસીનો એક ફૂલ ડૉઝ આપવાથી 62 ટકા અસર થતી હતી અને દોઢ ડૉઝ આપવાથી 90 ટકા અસર થતી હતી.

જો કે ડૉઝ આપવા બાબતની ગરબડના કારણે એસ્ટ્રાજેનેકાની રસી વિશે શંકા જાગી રહી હતી. ભારતમાં આ રસી ‘કોવિડશીલ્ડ’ના નામે ઓળખાશે. આ રસીનું ભારતમાં ઉત્પાદન કરવા માટે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી પરવાનગી મળી ચૂકી હતી.

વડા પ્રધાન સીરમ ઇન્સ્ટીટ્યુટના વડા મથકે પૂણે (મહારાષ્ટ્ર ) જવાના છે. ત્યારબાદ હૈદરાબાદ અને અમદાવાદમાં પણ આ રસી બનાવવામાં આવશે. આવતી કાલે 28 નવેંબરે વડા પ્રધાન પૂણે જશે. ત્યારબાદ હૈદરાબાદની મુલાકાત લેશે જ્યાં ભારત બાયોટેકનું કાર્યાલય છે. ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સાથે મળીને કોવેક્સિન નામની રસી તૈયાર કરી હતી. એની પણ ટ્રાયલ ચાલુ હતી. ત્યાર બાદ વડા પ્રધાન અમદાવાદ જવાના છે જ્યાં ઝાયડસ કેડિલા કંપનીએ ઝાયકોવિડ નામે રસી તૈયાર કરી છે અને એ ટ્રાયલના બીજા તબક્કામાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.