(જી.એન.એસ) તા. 22
મુંબઈ,
મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે શાળાઓમાં હિન્દીની અનિવાર્યતા દૂર કરી છે. ધોરણ પાંચ સુધી હિન્દી વિષયને ફરિજ્યાતપણે અભ્યાસક્રમમાં સામેલ કરવાના નિર્ણય પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
આ બાબતે મહારાષ્ટ્ર સરકારમાં શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે અમે પહેલાં જાહેર કરેલા જીઆર અનુસાર, શાળામાં હિન્દીની અનિવાર્યતા દૂર કરી છે. જીઆર-3 ભાષા ફોર્મ્યુલામાં ધોરણ એકથી માંડી પાંચ સુધી ત્રીજી ભાષા તરીકે હિન્દી વિષયને ફરિજ્યાતપણે ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ નવા આદેશ બાદ તે હવે મરિજ્યાત બન્યો છે.
જો કે, હાલમાં જ 17 એપ્રિલ, 2025ના રોજ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના ભાગરૂપે ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ માટે હિન્દી, મરાઠી અને અંગ્રેજી વિષયોનો ફરિજ્યાપણે અભ્યાસનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો વિરોધ કરતાં કન્સલ્ટેશન કમિટી ચેરપર્સન લક્ષ્મીકાંત દેશમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી આ આદેશ પર રોક મૂકવા દરખાસ્ત કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.


