પાટણના સમી-શંખેશ્વર હાઇવે પરથી માટી ભરીને પસાર થઈ રહેલ ટ્રકના ચાલકે માર્ગ પરથી પસાર થતી ગાયને બચાવવા જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક રોડ સાઈડ પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.સમી – શંખેશ્વર હાઇવે માર્ગ પર ગાયના કારણે ટ્રક હાઇવે પરથી રોડ સાઈડ પલ્ટી ખાઈ જતાં ટ્રકમાં ભરેલ માલ સહીત ટ્રકને ભારે નુકશાન થયું હતું. બનાવના પગલે લોકોના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા.
- April 22, 2025
0
422
Less than a minute
You can share this post!
editor

