બનાસકાંઠા ભુસ્તર વિભાગે એક જ દિવસમાં ચાર કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

બનાસકાંઠા ભુસ્તર વિભાગે એક જ દિવસમાં ચાર કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

કાંકરેજ, પાંથાવાડા અને દાંતા પંથકમાંથી ખનીજ ચોરી ઝડપી પાડી

ભુસ્તર વિભાગની લાલ આંખથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો; બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ ટીમોએ ત્રણ જગ્યાએ ચેકિંગ હાથ ધરી ચાર કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમા સાત ડમ્પર અને એક હિટાચી મશીન કબ્જે કર્યું હતું.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી ઝડપવા માટે હવે કમર કશી છે. ગત વર્ષે રેકોર્ડ બ્રેક કામગીરી બાદ નવા વર્ષમાં પણ સરકારમાં આવક થાય અને ખનીજ ચોરી અટકે તે માટે જિલ્લા ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ખાનગી વાહનોમાં બેસી ખનીજ વિભાગની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ચોરી ઝડપવામાં સફળતા મેળવી છે. ત્યારે ગતરોજ કાંકરેજ તાલુકામાં કંબોઇ ચોકડી પાસેથી પાંચ ડમ્પર ખનીજ ચોરી કરતા ઝડપાયા હતા. જે તમામ ડમ્પરોને સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ભૂસ્તર વિભાગની એક ટીમે પાંથાવાડા પાસેથી રોયલ્ટી પાસ પરમીટ વગરના બે ડમ્પર ઝડપી પાડ્યા હતા. તેમજ અન્ય એક ભૂસ્તર વિભાગની ટીમે દાંતાના ધામડીયા ખાતે એક હિટાચી મશીન અને એક ડમ્પર કબજે કર્યું હતું. જે હડાદ પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું. આમ બનાસકાંઠા ભુસ્તર વિભાગની ટીમે એક જ દિવસમાં વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરી ચાર કરોડનો મુદ્દા માલ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.જે તવાઈના પગલે ખનીજ ચોરો ફફડી ઉઠ્યા છે.

ખનીજ ચોરી અટકાવવા ટીમો તત્પર; ભૂસ્તર શાસ્ત્રી, આ બાબતે ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે ખનીજ ચોરી ઝડપવા માટે અમારી ટીમ સતત કામગીરી કરી રહી છે. અમારી ટીમો હવે ખાનગી વાહનોમાં બેસીને પણ ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મેળવી રહી છે. એક જ દિવસમાં ચાર કરોડનો મુદ્દામાલ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. અને હજુ પણ અમારી ટીમો આવી ખનીજ ચોરી થતી હશે તે અટકાવવા માટે તત્પર છે.

ગત વર્ષે રેકોર્ડબ્રેક કામગીરી; બનાસકાંઠામાં ગત વર્ષે ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપી તેમજ રોયલ્ટી પાસની આવક સહીત અંદાજિત રૂપિયા 105.30 કરોડથી વધુ રકમ સરકારની તિજોરીમાં જમાં કરાવી હતી. જે આવક બનાસકાંઠાના ઇતિહાસમાં સૌથી વધુ આવક છે. જોકે ભૂસ્તર વિભાગની લાલ આંખના કારણે સરકારને ખનીજની આવકમાં વધારો નોંધાયો છે..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *