ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલ તડબૂચ અને શક્કરટેટી ની વિશેષ માંગ
તમામ સિઝનના પાકોમાં રસાયણીક ખાતરનો એક પણ દાણો વાપરતો નથી : ખેડુત બાબુભાઈ ઠાકોર
જોરાપુરા ગામના ખેડૂત બાબુભાઈ ઠાકોરે છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ અપનાવી સમગ્ર જીલ્લાના ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
રાજ્ય સરકાર અને જેમાં ખાસ કરીને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તેના માટેના પ્રયાસો આદર્યા છે જેને લઇ ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ત્યારે જોરાપુરા ગામના બાબુભાઈ ઠાકોર પ્રાકૃતિક ખેતી થકી તમામ સિઝનના પાકો નું વિપુલ ઉત્પાદન મેળવી રહ્યા છે. બાબુભાઈ ઠાકોર વર્ષ ૨૦૧૬ થી પ્રાકૃતિક ખેતીના ઓર્ગેનિક પદ્ધતિથી વિવિધ પાકો નુ વાવેતર કરી રહ્યા છે. જેમાં પાયા માં કમ્પોઝ ખાતર અને જીવામૃત નો ઉપયોગ કરવામાં આવે છે ઉપરાંત દેશી ગાયનું દુધ ગોળ સોયાબીન અને ગોળનું દ્રાવણ નું અર્ક બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતરમાં એક પણ રાસાયણિક ખાતરના દાણા વગર વિવિધ પાકોની સફળ પ્રાકૃતિક ખેતી કરી સમગ્ર જીલ્લાના ખેડૂતોને પણ એક નવી પ્રેરણા પૂરી પાડી રહયા છે. અત્યારે બાબુભાઇ ઠાકોરના ખેતરોમાં ઓર્ગેનિક પદ્ધતિથી તડબૂચ અને શક્કરટેટી નુ વાવેતર કરેલ છે. જે પાકો તૈયાર થતા તેની વિશેષ માંગ ઉભી થઇ છે.
છેલ્લા નવ વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું; આ અંગે ખેડૂત બાબુભાઈ ઠાકોર કહ્યું હતું કે વર્ષ 2016 થી પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું શરૂઆત માં અનુભવ બહુ ઓછો હોવાથી ખેતીના પાકો નુ ઉત્પાદન ઘટયું હતું પરંતુ ત્યારબાદ ખૂબ મહેનતના અંતે આજે સફળતા મળતા રાસાયણિક ખાતર કરતાં પણ પ્રાકૃતિક ખેતી માં વધુ ઉત્પાદન મળી રહ્યું છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા પાકના ભાવ પણ વધુ મળતા હોય છે; લોકોને આજે સારું ખાવું ખૂબ જ ગમતું હોય છે ત્યારે પેસ્ટીસાઇડ દવાઓ અને રાસાયણિક ખાતર વગર પકવેલ પાકના ભાવ પણ વધુ આવતા હોય છે. ત્યારે બાબુભાઈ ઠાકોર એ પ્રાકૃતિક ખેતી થકી તડબૂચ ટેટી અને શાકભાજીનું વાવેતર કરેલ જેમાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીના પાકોની ગુણવત્તા ખૂબ જ સારી; રાસાયણિક ખાતરથી પકવેલા પાકો કરતા પ્રાકૃતિક ખેતીથી પકવેલ આ પાકોની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે ઉપરાંત આરોગ્ય દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી હોય છે પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા તડબૂચ અને શક્કરટેટી માં તેની મીઠાશ ખૂબ જ હોય છે જેથી લોકોને ખાવા માં તેની મજા આવે છે.
રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરતાં જમીન પણ સારી રહે છે; આ અંગે બાબુભાઈ ઠાકોરે કહ્યું હતું કે મારી જમીન માં છેલ્લા 2016 પછી આજસુધી રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરતા જમીન હવે છિદ્રાળુ પોચી ઉપજાવુ અને ફળદ્રુપ બનાવવા લાગી છે પહેલા જમીનમાં અળસિયા દેખાતા ન હતા પરંતુ એ દર ચોમાસે આખું ખેતર અળસિયા થી ભરાઈ જાય છે.


