IPL 2025: આ ખેલાડીએ 14 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરીને બનાવ્યો આ અનોખો રેકોર્ડ

IPL 2025: આ ખેલાડીએ 14 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરીને બનાવ્યો આ અનોખો રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ચાલી રહેલી IPLની 36મી મેચ આજે 19 એપ્રિલ, શનિવારના રોજ જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. તો, આ મેચમાં, 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સ માટે પોતાનું ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો છે. ડેબ્યૂ કર્યા પછી, વૈભવે IPLના ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

તે હવે IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ પહેલા, IPLમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ અનુરાધા રાય બર્મનના નામે હતો, જેમણે 2019 માં 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. સંદીપ શર્માની જગ્યાએ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહેલા વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચમાં કેવું પ્રદર્શન કરશે તે જોવું રસપ્રદ રહેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારમાં થયો હતો. તેણે 7 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેના પિતાએ તેના પ્રેક્ટિસ માટે ઘરે નેટ લગાવી હતી. ત્યારબાદ વૈભવે સમસ્તીપુરની ક્રિકેટ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો અને ત્યારબાદ તેણે પટનાની જીસસ એકેડેમીમાં મનીષ ઓઝા પાસેથી તાલીમ લીધી હતી.

વૈભવે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે બે ઇનિંગ્સમાં 31 રન બનાવ્યા હતા. તે બિહાર માટે રણજી ટ્રોફીમાં રમનાર બીજો સૌથી યુવા ખેલાડી પણ બન્યો. તેમણે બિહાર માટે 5 મેચની 10 ઇનિંગ્સમાં 100 રન બનાવ્યા છે, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 41 રન છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *