અંબાલા બોર્ડર પર હરિયાણામાં દાખલ થઇ કિસાન ક્રાંતિ યાત્રાના ખેડૂતો, થયો પથ્થર મારો તો પોલીસે કર્યો લાઠીચાર્જ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી કૂચ કરી રહેલા કિસાનોનું પ્રદર્શન અંબાલા-પટિયાલા બોર્ડર પર આક્રમકઃ બની ગયું છે. અહીં, ખેડૂતોએ બેરિકેડ્સ ઉખાડી ફેંક્યા છે. ત્યારબાદ કિસાનો પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રદર્શનને લઈને મેટ્રો પણ બંધ રાખવામાં આવી છે.

કૃષિ કાયદાના વિરોધમાં આજે ઉત્તર ભારતમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પંજાબ, હરિયાણાના કિસાનો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પરંતુ બોર્ડર પર જ તેમને રોકવાની તૈયારી કરી લેવામાં આવી છે. પ્રદર્શન દરમ્યાન અંબાલા-પટિયાલા બોર્ડર પર પરિસ્થિતિ તણાવપૂર્ણ થઇ ગઈ છે. જ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમ છતાં રાજકીય દળો તરફથી પણ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

1. પંજાબથી દિલ્હી આવી રહેલા ખેડૂતોને રોકવા માટે હરિયાણા બોર્ડર પર જ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાલા-પટિયાલા બોર્ડર પર પોલીસ અને ખેડુતો સામ-સામે આવ્યા હતા. ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો.

2. ખેડૂતોની ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પાણીનો મારો હલાવ્યો હતો. તો સાથે સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે સરહદ પર બેરીકેડિંગ કરીને અને ટ્રક ગોઠવીને ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

3. પોલીસના લગભગ તમામ પ્રયાસ સફળ ન થયા, ખેડુતોએ બેરીકેડ્સ ઉખાડીને નદીમાં ફેંકી દીધા, ટ્રકના કાચ તોડી નાખ્યા અને પોતે જ ટ્રેક્ટરમાં સવાર થઈને હરિયાણામાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો. ખેડૂતો પર કાર્યવાહી માટે રેપિડ એક્શન ફોર્સ પણ લાવવામાં આવી છે.

4. પોલીસે હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર લાઉડ સ્પીકરો લગાવ્યા છે અને ખેડૂતોને પરત જવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ, તેની ખેડૂતો પર કોઈ અસર જોવા મળી રહી નથી.

5. પંજાબ-હરિયાણા સરહદ ઉપરાંત અન્ય ઘણા ભાગોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળ પણ તૈનાત છે. રોહતક-ઝજ્જર બોર્ડર પર ખેડૂતોને દિલ્હી તરફ જતા અટકાવવા બેરીકેડિંગ કરવામાં આવ્યું છે.

6. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લાઠીચાર્જ, ખેડૂતો ઉપર પાણીનો મારો કરવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો ખેડૂતોનો અધિકાર છે. દિલ્હીના સીએમએ કેન્દ્ર સરકારના કાયદાઓનો પણ વિરોધ કર્યો છે.

7. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ખેડુતો પરની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. પ્રિયંકાએ ટવીટ કરીને લખ્યું છે કે ખેડૂતનો અવાજ સાંભળવાને બદલે ભાજપ સરકાર અત્યંત ઠંડીમાં પાણીનો મારો ચલાવી રહી છે.

8. પોલીસ દ્વારા દિલ્હી-હરિયાણા બોર્ડર પર સખત તૈયારીઓ કરવામાં આવી છે. ગુરુગ્રામ પાસે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત છે. ખેડુતો આગળ ન વધે તે માટે અહીં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.

9. ખેડૂતોના પ્રદર્શનની મેટ્રો સેવા પર પણ અસર થઇ છે. દિલ્હીથી ગુરુગ્રામ, દિલ્હીથી નોઈડા સુધી ચાલતી મેટ્રો સેવા બપોર સુધી બંધ રાખવામાં આવી છે. આ સિવાય કેટલાક વિશેષ રૂટો પર મેટ્રોના સમય પણ ફેરબદલ કરવામાં આવ્યો છે.

10. ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રદર્શનમાં પંજાબના ત્રીસ જેટલા ખેડૂત સંઘો સામેલ છે. આ સિવાય હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ખેડૂત સંગઠનોનું પણ સમર્થન છે. ખેડુતોની માંગ છે કે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવામાં આવે, એમએસપીનો સમાવેશ કરવામાં આવે અને બજારને લગતી સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.