ભાભરમાં પાક ધિરાણ ઉપાડવા આવેલ ખેડૂતના ખિસ્સા માંથી પચાસ હજાર સેરવી લેતા ચકચાર

ભાભરમાં પાક ધિરાણ ઉપાડવા આવેલ ખેડૂતના ખિસ્સા માંથી પચાસ હજાર સેરવી લેતા ચકચાર

આવી ઘટનાઓનું પોલીસ દ્વારા તાત્કાલિક ઝીણવટ થી તપાસ થાય તો ડિટેકશન જલ્દી થઈ શકે; ભાભર ટાઉનમાં ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ચોરીના ગુનામાં અરજી લઈ પોલીસ પણ સંતોષ માનતી હોય છે. હવે કેટલાક ભોગ બનનાર તો જાણે પોલીસ પર વિશ્વાસ ન હોય તેમ પોલીસ ફરિયાદ પણ કરતા નથી તેવી ફરીયાદો ઉઠી રહી છે.

તા.16 ના બપોરે 12 કલાકે બલોધણ ગામના ખેડૂત માળી નારણભાઈ ગંગારામ ભાઈ જેઓ પોતાના પુત્ર સાથે ભાભરની બેંક ઓફ બરોડા માં પાક ધિરાણ ઉપાડવા આવેલ બાદમાં પાક ધિરાણના પૈસા લઈ માર્કેટ ની પેઢીમાં બાકી હતાં તે જમાં કરાવી પચાસ હજાર રૂપિયા ભાગીયાને આપવાના હોઈ ખિસ્સામાં પચાસ હજાર મુકીને ઘરે બલોધણ જવા નીકળ્યા હતા. જે દરમિયાન વાવ રોડ પર થી બાલોધણ જવા રિક્ષામાં બેસેલ જેમાં બે અજાણી મહિલા બેઠેલી અને રિક્ષા ચાલક એ થોડે દૂર જઈ કહેલ કે કાકા અમો તેલનો ડબ્બો ભૂલી ગયા છીએ તમો અહીં ઊભા રહો અમે તેલનો ડબ્બો લઈ આવીએ છીએ તેવું કહેલ હતું.

20 મિનિટ જેટલો સમય થયો છતાં રિક્ષા ન આવતા નારણભાઈ અન્ય જીપ ડાલામાં બેસી ઘરે ગયેલા અને ઘરે જઈ ખિસ્સામાં પચાસ હજાર રૂપિયા ન જણાતા જેઓ ચિંતિત થઈ ગયા હતા. પોતાના ખિસ્સામાંથી કોઈક અજાણી વ્યક્તિ પૈસા સેરવી લીધા હતા. ખેતી કરી પરિવાર નું ગુજરાન ચલાવતા ખેડુત ના 50 હજાર કોઈક સેરવી જતાં ખેડૂત ખૂબ જ દુઃખી જોવા મળ્યો હતો પોતાના પુત્ર તેમજ પત્ની ને વાત કરતા પિતા પુત્ર ભાભર પોલીસ સ્ટેશનમાં આવી આ બાબત ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પરંતુ ભાભર પોલીસ દ્વારા આ બાબતની અરજી લઈ તપાસ હાથ ધરી છે. 24 કલાક જેટલી સમય થવા આવ્યો છતાં પોલીસ દ્વારા કોઈ કડી મળેલ નથી આવી ઘટનાની તાત્કાલિક તપાસ થાય તો કડી મળી શકે તેવું જાણકારો નું કહેવું છે. પોલીસની તપાસમાં ઢીલી નીતિ થી ભોગ બનનારમાં નારાજગી જોવા મળી હતી. ફરિયાદી ના પુત્રો એ જાતે હાઇવે પરના સીસીટીવી કેમેરા ચેક કરવા મથામણ કરી હતી. બાદમાં પોલીસ તપાસમાં લાગી હતી. જો પોલીસ દ્વારા ઝીણવટ થી તપાસ કરી વાવ રોડના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તેવી ફરિયાદીના પુત્રોની માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *