ઊંઝા શહેરના વણાગલા રોડ પર આવેલા કચરાના ડમ્પિંગ યાર્ડમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઊંઝા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઊંઝા ફાયર બ્રિગેડે મહેસાણા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમની મદદ માગી હતી. બંને ટીમોના સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કચરાના ઢગલામાં લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો.
- April 18, 2025
0
487
Less than a minute
Tags:
- Casualties Averted
- Community Alertness
- Emergency Response
- Environmental Impact
- Fire Cause Investigation
- Fire Control Success
- Firefighting Efforts
- Garbage Dump Fire
- Mehsana Municipality Assistance
- public safety
- Smoke Pollution
- Unjha City Incident
- Unjha Municipality
- Urban Infrastructure Challenges
- Waste Management Issues
You can share this post!
editor

