વાવાઝોડાના કારણે તમિલનાડુમાં 3 લોકોના મોત, 3 ઘાયલ; 14 કલાક પછી ચેન્નાઈ એરપોર્ટ ખોલવામાં આવ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બંગાળની ખાડીમાંથી ઉઠેલું તોફાન (Nivar Cyclone) હવે થોડું નબળું પડી ગયું છે. જોકે આ વાવાઝોડાના કારણે તમિલનાડુમાં 3 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. જ્યારે 100થી વધારે કાચા ઘરોને નુકસાન થયું છે. તમિલનાડુના એડિશનલ ચીફ સેક્રેટરી અતુલ્ય મિશ્રાએ આ માહિતી આપી છે.

નિવાર બુધવારે મોડી રાતે પુડ્ડુચેરીના સમુદ્ર કાંઠે અથડાયું હતું. લેન્ડફોલની આ પ્રોસેસ રાતે 11.30 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી ચાલી હતી. હવે તેની ગતિ ઘટતી જઈ રહી છે. હવાની ગતિ પણ ઘટીને 65થી 75 કિમી પ્રતિકલાક થઈ ગઈ છે. જો કે, હવામાન વિભાગનું કહેવું છે કે જોખમ હાલ ટળ્યું નથી.

ચેન્નાઈના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 6 કલાકમાં તોફાન નબળું પડી જશે. તમિલનાડુના મંત્રી આરબી ઉદયકુમારના જણાવ્યા પ્રમાણે, તોફાનના કારણે જાનહાની થઈ નથી. પાક ખરાબ થવાની પણ કોઈ સૂચના મળી નથી. અમુક વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. 2.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે.

તોફાનને કારણે કુડ્ડલોર, પુડુચેરી સહિત અનેક જિલ્લાઓમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આઈએમડીના અનુસાર, બુધવારે સવારે 8.30 વાગ્યાથી રાતે 10.30 વાગ્યા સુધી કુડ્ડલોરમાં સૌથી વધુ 227 એમએમ વરસાદ થયો. એ સિવાય પુડુચેરીમાં 187 એમએમ, ચેન્નઈમાં 89 એમએમ, કરાઈકલમાં 84 એમએમ અને નાગાપટ્ટનમમાં 62 એમએમ વરસાદ પડ્યો હતો.

3 વાગ્યા પછી તોફાનની તીવ્રતામાં ઘટાડો આવશે, પણ કાલે પણ વરસાદ પડશે. રાહત અને બચાવ કાર્ય માટે INS જ્યોતિ પહેલેથી જ તામિલનાડુ પહોંચી ગયું છે અને INS સુમિત્ર વિશાખાપટ્ટનમથી રવાના થઈ ગયું છે.

નિવારને કારણે ચેન્નઈ એરપોર્ટ આજે સાંજે 7 વાગ્યાથી આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી બંધ કરી દેવાયું છે. આ પહેલાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. તામિલનાડુના 16 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નઈ, વેલ્લોર, કુડ્ડલોર, વિલુપુરમ, નાગાપટ્ટિનમ,થિરુવરુર, ચેંગાલપટ્ટુ અને પેરમ્બલોર જેવાં શહેર સામેલ છે. તામિલનાડુથી 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પુડ્ડુચેરીથી 7 હજાર લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.

નિવારને ગંભીર કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. NDRFના ડીજી એસ. એન. પ્રધાને કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી અમારી ટીમ ગ્રાઉન્ડ પર છે. તામિલનાડુ, પુડ્ડુચેરી અને આંધ્રમાં અમે 25 ટીમ તહેનાત કરી છે. અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. આ ઉપરાંત 1200 રેસ્ક્યૂ ટૂપર્સ પણ તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે 800 ટૂપર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

ચેન્નઈમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. પૂર્વ CM કરુણાનિધિના ઘરમાં પાણી ભરાયાં છે. ચેન્નઈ પ્રશાસને 2015માં આવેલા પૂરને ભૂલ્યા નથી, તેથી તેમણે 90% ભરાઈ ગયેલા ચેમ્બરમબાક્કમ ડેમના ગેટ ખોલાવી દીધા છે. અધિકારીઓનું કહેવું છે કે પહેલા ફેઝમાં ડેમથી 1000 ક્યૂસેક પાણી છોડવામાં આવશે. ડેમનું પાણી અડયાર નદીમાં જશે, તેથી નદીકાંઠાના વિસ્તારના નીચલા વિસ્તારમાં કુંદ્રાતુર, સિરુકલાથુર, તિરુમુડિવક્કમ અને તિરુનીરમલઇમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નિવારને લઈને વડાપ્રધાન મોદીએ મંગળવારે તામિલનાડુ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. મોદીએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા અને લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવાની વાત પર જોર આપ્યું છે. PMએ બંને રાજ્યના CMને દરેક પ્રકારની મદદની વાત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.