45 ડીગ્રી તાપમાન વચ્ચે વાવનું લોદ્રાણી ગામ પાણી વિના પશુધન અને લોકોની હાલત કફોડી

45 ડીગ્રી તાપમાન વચ્ચે વાવનું લોદ્રાણી ગામ પાણી વિના પશુધન અને લોકોની હાલત કફોડી

સરહદી વાવ તાલુકાના રણ વિસ્તારના કસ્ટમ રોડ પર આવેલા લોદ્રણી ગામે છેલ્લા કેટલાય દિવસ થી ઉનાળા ની કાળઝાળ ગરમી અને 45 ડીગ્રી તાપમાન વચ્ચે પાણી કાળો કકળાટ થતાં આ વિસ્તાર ની જનતા અને પશુધન પાણી વિના વલખાં મારી રહ્યું છે. આ બાબતે લોદ્રની ગામના યુવા અગ્રણી શ્રવણ ભાઈ મણવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 15 માર્ચ થી કેનાલ નું પાણી બંધ થઈ જતાં સરહદી કસ્ટમ રોડ ના છેવાળા પર આવેલા ગામોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. લોકો તો આમતેમ ભટકી વલખાં મારી પાણી મેળવી લે છે. પરંતુ પક્ષીઓ અને પશુ ઓ હાલત કફોડી બની જાય છે. તે તમો ફોટો વિડીયોમાં જોઈ શકો છો આ મુદ્દે જવાબદાર પા.પુરવઠા તંત્ર જાગૃત બની આ સરહદી છેવાડા પર આવેલા ગામોમાં પશુઓ ને પીવાના હવાડા ભરવા માટે ટેન્કર મૂકે તેવી જન માંગ છે.

વધુ માં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારનું પશુધન તેમજ ખેડૂતો ના ઉભા પાકને જીવતદાન મળી શકે છે? ઉનાળા ની કાળ ઝાળ ગરમી માં પાણીની મુખ્ય લાઇન માંથી પાણી ચોરી કરી કોમર્શિયલ હેતુ માં ઉપયોગ કરતા તેમજ સિંચાઈ માં ઉપયોગ કરતાં પાણી ચોરો ના કનેકશનો કાપવા જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *