પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા એ પુત્રને જન્મ આપ્યો; ફતેહસિંહ ખાન નામ રાખવામાં આવ્યું

પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા એ પુત્રને જન્મ આપ્યો; ફતેહસિંહ ખાન નામ રાખવામાં આવ્યું


(જી.એન.એસ) તા. 16

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખિલાડી ઝહીર ખાન અને ‘ચક દે ઈન્ડિયા’ ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગેએ પ્રશંસકોને એક મોટા ખુશખબર આપ્યા છે. ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે 8 વર્ષે પારણું બંધાયું છે. બંને માતા-પિતા બની ગયા છે અને તેમણે બાળક સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સાગરિકા ઘાટગેએ પુત્રને જન્મ આપ્યો છે અને તેમણે પોતાના દીકરાનું નામ પણ રિવીલ કર્યું છે. પહેલા ફોટામાં તમે જોઈ શકો છો કે ઝહીરે બાળકને ખોળામાં લીધું છે અને સાગરિકા ઝહીરને ગળે લગાવી રહી છે. બીજા ફોટામાં સાગરિકા અને ઝહીરે બાળકનો હાથ પકડ્યો છે. સાગરિકાએ ફોટોઝ શેર કરતા લખ્યું કે, ‘પ્રેમ અને ભગવાનના આશીર્વાદ સાથે અમે અમારા પુત્ર ફતેહસિંહ ખાનનું સ્વાગત કરીએ છીએ.’

સાગરિકાએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક વ્યક્તિ બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે અને બાળક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સાગરિકાના પ્રેગ્નન્સીના સમાચાર પણ આવ્યા હતા, જોકે એક્ટ્રેસે તેના પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. 

થોડા વર્ષોના રિલેશનશિપ બાદ ઝહીર અને સાગરિકાએ 2017માં લગ્ન કર્યા. લગ્ન ખૂબ જ પ્રાઈવેટ રીતે થયા હતા, પરંતુ બાદમાં બંનેએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું.

આ તસવીરો શેર કરતી વખતે, દંપતીએ લખ્યું, ‘પ્રેમ, કૃતજ્ઞતા અને દૈવી આશીર્વાદ સાથે, અમે અમારા કિંમતી નાના બાળક, ફતેહ સિંહ ખાનનું સ્વાગત કરીએ છીએ.’ સાગરિકા અને ઝહીરે તેમના પ્રિયનું નામ ફતેહ સિંહ ખાન રાખ્યું છે. હવે સેલિબ્રિટી, ક્રિકેટર અને ચાહકો આ કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. તેમજ બાળક પર આશીર્વાદ અને પ્રેમ વરસાવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *