પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પર લીલીવાડી નજીક આસોપાલવ હોટલ સામે ગંભીર અકસ્માત સર્જાયો છે. ચાણસ્મા તરફ જઈ રહેલી કારે એક સાયકલ સવારને ટક્કર મારી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલું ડમ્પર કાર સાથે અથડાયું હતું. અકસ્માતના કારણે ડમ્પરમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં સાયકલ સવાર 17 વર્ષીય યુવાન નું મોત થયું છે. ગંભીર રીતે ઘવાયેલા સાયકલ સવારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સાયકલ સવારનું સારવાર દરમિયાન મોત છે. ડમ્પરમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. કાર અને ડમ્પર ચાલકને કોઈ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. અકસ્માત કઈ રીતે સર્જાયો તેની ચોક્કસ વિગતો હજુ સામે આવી નથી.
- April 16, 2025
0
543
Less than a minute
You can share this post!
editor

