ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા ક્રિસ્ટા લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

બેંગાલુરુ
ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ નવી ઇનોવા ક્રિસ્ટા લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એમપીવી તરીકે તેના વિશિષ્ટ વ્યક્તિત્વને ઉભારવા સાથે બોલ્ડ ડિઝાઇન ધરાવે છે. નવી ઇનોવા ક્રિસ્ટા સંખ્યાબંધ બેજોડ વિશેષતાઓથી ભરપૂર છે તથા નવી કનેક્ટેડ ઇન્ફોટોઇનમેન્ટ સિસ્ટમ ધરાવે છે.
નવી ઇનોવા ક્રિસ્ટા અદ્ભુત અને આકર્ષક એક્સટિરિયિર વિશેષતાઓ જેમકે ટ્રેપેઝોડિયલ પીઆનો બ્લેક ગ્રીલ સાથે ક્રોમ ઓર્નામેન્ટેશન ધરાવે છે, જે હેડલેમ્પ સાથે સરળતાથી મિશ્રિત થઇ જાય છે. તેની ઉત્તમ ફ્રન્ટ બમ્પર ડિઝાઇન અને ડાયમન્ડ-કટ એલોય વ્હીલ્સ અનોખો લૂક પ્રદાન કરે છે. આ અત્યંત લોકપ્રિય એમપીવી સાત એરબેગ, વ્હીલ સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા બેસ્ટ-ઇન-ક્લાસ ફીચર્સ સાથે સુરક્ષિત વાહન પૈકીનું એક રહ્યું છે. ફ્રન્ટ ક્લિઅરન્સ સોનાર (એમઆઇડી ડિસ્પ્લે) સાથે સુરક્ષામાં વધારો કરાયો છે, જેનાથી ઓછી જગ્યામાં પાર્કિંગ દરમિયાન અથડામણ રોકી શકાય અને તણાવ-મુક્ત ડ્રાઇવિંગ અનુભવ મળી રહે.
તેની ભવ્યતામાં વધારો કરવા માટે ઇન્ટિરિયરને નવો લૂક આપવામાં આવ્યો છે, જેમાં ઝેડએક્સ ગ્રેડમાં કેમલ ટેન અપહોલેસ્ટ્રી કલરનો વિકલ્પ છે. કનેક્ટેડ ઇન્ફોટેઇનમેન્ટ માટે નવી અને મોટી સ્માર્ટપ્લેકાસ્ટ ટચસ્ક્રીન ઓડિયો સાથે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે નવી ઇનોવામાં રજૂ કરાયું છે. વધુમાં ગ્રાહકો હવેથી રિયલ-ટાઇમ વિહિકલ ટ્રેકિંગ, જીયોફેન્સિંગ, લાસ્ટ પાર્ક્‌ડ ઓપ્શન સાથે નવી ઇનોવા ક્રિસ્ટામાં વધુ વૈકલ્પિ એસેસરિઝનો આનંદ ઉઠાવી શકશે. આ લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતા ટીકેએમના સેલ્સ અને સર્વિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે, ૧૫ વર્ષ પહેલાં ભારતમાં ઇનોવા રજૂ કરવામાં આવી ત્યારે તેણે સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કર્યો હતો તથા આ પ્રીમિયમ એમપીવી બેજોડ આરામદાયકતા, અનુકૂળતા અને લૂકની સાથે-સાથે ટોયોટાની ગુણવત્તા, ટકાઉપણા અને વિશ્વસનીયતા ધરાવે છે. આ વર્ષોમાં અમે ઇનોવામાં અદ્યતન ટેક્નોલોજી અને વિશેષતાઓ સાથે તેને વધુ સારી બનાવવાનો પ્રયાસ કર્યો છે અને નિયમિત ધોરણે સુધારેલું વર્ઝન રજૂ કર્યું છે. ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે નવી અને બોલ્ડ ઇનોવા ક્રિસ્ટા અમારી પરંપરાને આગળ ધપાવે છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહકો ઇનોવાના નવા અવતારને અપનાવશે. આ એવા ગ્રાહકો માટે છે કે જેઓ બેજોડ સુરક્ષા તથા પરિવાર અથવા બિઝનેસની જરૂરિયાત માટે લાંબા સમયની મુસાફરી માટે આરામદાયકતા ઇચ્છે છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમે અમારા વિશ્વસનીય ગ્રાહકોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે ઇનોવામાં વિશ્વાસ મૂકીને તેને દેશની બેસ્ટ-સેલિંગ એમપીવી બનાવી છે. ઇનોવા ક્રિસ્ટા ૪૩ ટકા બજાર હિસ્સા સાથે પ્રભુત્વ ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.