પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા એરોમા સર્કલ પાસેથી એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઇ વિદેશી દારૂની બોટલ નંગ 67 સહિત કુલ રૂપિયા 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પી.આર.મારૂ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન પાલનપુર એરોમા સર્કલ નજીકથી પસાર થઈ રહેલી પટેલ ટ્રાવેલ્સમાં તપાસ કરતા ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂની 67 બોટલ (કિંમત રૂપિયા 42,307) મળી આવી હતી. જેથી પોલીસે સોહમભાઈ વેનાભાઇ રબારી (રહે. સુરત) તેમજ ફતેલાલ મોતીજી રબારી (રહે. ટોકર ઉદેપુર) ને ઝડપી લઇ લક્ઝરી બસ,2 નંગ મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ.10,56,307 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- April 15, 2025
0
484
Less than a minute
You can share this post!
editor

