Rakhewal | 25-11-2020 Headlines

https://youtu.be/akQNmo7CR-Y
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
ડીસા બગીચા સર્કલ પાસે આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક વગર ફરતા લોકોના કોરોના ટેસ્ટ કરાયા, ૩૬ ટેસ્ટમાં ૨ રીપોર્ટ પોઝીટીવ આવતાં ફફડાટ.

ધાનેરાના આલવાડા ગામે શાળા તેમજ મહાકાળીના મંદિરમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી.

ડીસાના અલગ-અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકીંગ, સરકારની ગાઈડલાઈનનું કડક પાલન કરવાની તાકીદ.

ડીસામાં કોરોના મહામારી વચ્ચે ખાનગી વાહનચાલકો બેફામ, મુખ્ય માર્ગો ઉપર વાહનોના ખડકલાથી ટ્રાફિકજામ.

દિયોદરના ખાણોદર નજીક જીપડાલાના ચાલકને માર માર્યો, ચાર આરોપી વિરુદ્ધ પોલીસ ફરીયાદ.

ડીસાના આખોલ ચાર રસ્તા નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર.

વધતા સંક્રમણને અટકાવવા માટે હિંમતનગર શહેર આવતીકાલથી ૧૦ ડીસેમ્બર સુધી સાંજે ૪ વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે.

વિજકંપનીના ખાનગીકરણ મામલે ૨૬મીએ વિજ કર્મચારીઓ આવેદનપત્ર આપી કરશે વિરોધ.

મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં કોરોનાનો હાહાકારઃ સાતનાં મોત, રોજના 100થી વધારે આવી રહ્યાં છે કેસ.

મહેસાણામાં શંકાસ્પદ કાર તપાસતાં નકલી પોલીસ ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ.

સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતાં 3 શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ કોરોના સામે જંગ હાર્યા, ૭૧ વર્ષની વયે નિધન.

અમદાવાદ બાદ સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરતની, રોજના કેસોની સંખ્યા 300ને વટાવી જશે.

ભાવનગરમાં વહેલી સવારે 4 વાગ્યે બે મિનીટમાં ભૂકંપના 2ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા.

ગૃહમંત્રાલયે એક ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીની નવી ગાઇડલાઇન જાહેર કરી, કેન્દ્રની સહમતિ બાદજ લગાવી શકાશે લોકડાઉન, રાજ્યોને કડક પગલા લેવા માટે આપ્યા આદેશ.

પંજાબમાં 1લી ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂ; દેશમાં દર્દીઓના સાજા થવાની ગતિ ધીમી પડી.

વાવાઝોડું મોડી સાંજે અથવા રાતે તામિલનાડુ-પુડુચેરીને પાર કરશે, 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રશિયાની વેક્સીન પણ 95% અસરકારક; રશિયાના લોકો માટે ફ્રી, બાકીના દેશોને 700 રૂપિયાથી ઓછામાં મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.