છાપીમાં માસ્ક વગર લટાર મારનાર વિરૂધ્ધ પોલીસની સખ્ત કાર્યવાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ છાપી : ગુજરાત સહિત દેશમાં કોરાના બીજા ચરણ માં વિસ્ફોટક બનતા છાપીમાં પોલીસ તંત્ર દ્રારા એલર્ટ બની માસ્ક વગર લટાર મારતા લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો હતો.
ગુજરાત સહિત બનાસકાંઠા માં કોરોનાના કેસમાં મોટા પ્રમાણ વધારો થતાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની જિલ્લા કલેકટરના જાહેરનામા નો ભંગ કરનારા વિરુદ્ધ સખત કાર્યવાહી નો આદેશ કરતા વડગામના છાપી હાઇવે ઉપર પોલીસે સવાર થીજ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે હાઇવે સ્થિત દુકાનો ના માલિકો દુકાનોમાં માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારીઓ વિરુદ્ધ તેમજ હાઇવે ઉપર માસ્ક વગર વાહનનોમાં સફર કરતા પચાસ લોકો વિરુદ્ધ દંડનિય કાર્યવાહી હાથ ધરી કુલ રૂ. ૫૦ હજાર નો દંડ વસુલતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ બાબતે છાપી પીએસઆઇ એસ.ડી. ચૌધરી તેમજ એ.એસ. આઈ જગદીશભાઈ એ જાહેર જનતા ને માસ્ક પહેરવા તેમજ કામ વગર બહાર ન નીકળવા પણ અપીલ કરી હતી અને માસ્ક ફરજીયાત પહેરવા જણાવ્યું હતું જોકે દિવસ દરમિયાન પોલીસની કામગીરી ને લઈ લોકોમાં અફડાતફડી મચવા સાથે દુકાનો ના શટરો ફટાફટ પડી ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.