પાટણ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રવિવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બપોરે 12 વાગ્યે 40 ડિગ્રી અને 1 વાગ્યે 41 ડિગ્રી તાપમાન રહેશે. બપોરે 2થી 3 વાગ્યા દરમિયાન તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. છેલ્લા ત્રણ દિવસથી 40 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની આગાહી છે. શનિવારે બપોરે એક વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચ્યો હતો. આકરી ગરમીના કારણે શહેરની મુખ્ય બજાર અને રેલવે સ્ટેશન વિસ્તારમાં સન્નાટો છવાયો હતો. હાઇવે પર પણ અવરજવર ઓછી જોવા મળી હતી. લોકોએ માથે રૂમાલ અને ચશ્મા સાથે વાહન ચલાવ્યા હતા. લૂથી બચવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે. બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સફેદ સુતરાઉ કપડાં, ટોપી અને ચશ્મા પહેરવા જરૂરી છે. છત્રીનો ઉપયોગ અને ભીના કપડાથી શરીરને લૂછતા રહેવું હિતાવહ છે.

- April 6, 2025
0
132
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next