Rakhewal | 24-11-2020 Headlines

https://youtu.be/bnuDdaXFNDw
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
બનાસ મેડીકલ કોલેજ ખાતે રૂ.૧ કરોડના ખર્ચે કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ લેબ શરૂ, આ ટેસ્ટિંગ લેબ જિલ્લાવાસીઓ માટે સંકટમોચન બનશે : શંકરભાઈ ચૌધરી.

ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક વગર ફરતા લોકોના કોરોના ટેસ્ટ કરાયા, ૩૦ ટેસ્ટમાંથી એક કોરોના પોઝિટિવ નીકળ્યો.

બનાસકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા કોરોના જાગૃતિ રથ શરુ કરાયા, વહીવટીતંત્રની વિવિધ ટીમોનું સરપ્રાઇઝ ચેકીંગ.

ભાભર એપીએમસીની ચુંટણીમાં ૧૬માંથી ચાર વેપારી બેઠક અને બે ખરીદ વેચાણ સહિત છ બેઠકો બિનહરીફ, ખેડૂત વિભાગની દશ બેઠકો માટે ૨૩ ઉમેદવારો મેદાનમાં.

ડીસાના જૈન પરીવારને રાજસ્થાનના ગુડામાલ ગામ પાસે અકસ્માત નડ્યો, ડ્રાઈવર અને મહીલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું.

ડીસાની અમન પાર્ક સોસાયટીના મકાનમાં ચોરી, તસ્કરો મકાન માલિક પર હુમલો કરી ફરાર.

દિયોદર નજીક યુવતિને કેનાલમાં પડતી જોઇ ૧૦૮ની ટીમે બચાવી લીધી.

ડીસાના ગેનાજી ગોળીયા ગામે આધેડ મહિલા ઉપર દુષ્કર્મ, આરોપી વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ.

દાંતા હાઇવે માર્ગ પર ૩૦૦થી વધુ પ્રકારના સુકાયેલા વૃક્ષો મળી આવતા લોકોમાં રોષ.

ગુજરાતમાં શુક્રવારથી કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા: 1000 લોકોને મુકાશે રસી.

ગુજરાતનાં 4 શહેરમાં કોરોના સુપર સ્પ્રેડર બનેલાં પાનના ગલ્લા, ચાની કીટલી બંધ થઈ શકે છે, રાજ્યની સરહદો પણ સીલ કરવાની હિલચાલ.

વડોદરામાં રેલવે વિભાગમાં 190 કર્મચારી અને પરિવારજનો સંક્રમિત થયાં, રેલવેતંત્રમાં દોડધામ.

અમદાવાદમાં પ્રદૂષણનું જોખમ, હવે ભારે વાહનને દિવસે શહેરમાં નો-એન્ટ્રી, માત્ર આરટીઓનાં કામકાજ માટે છૂટછાટ.

મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેનો વડાપ્રધાન મોદીને આપ્યો ચિતાર.

એક્ટિવ કેસ મામલે ભારત 7માં નંબરે પહોંચ્યું, હવે અહીં 4.78% દર્દી, 93.74% લોકો સાજા થયા.

વડાપ્રધાન મોદીએ કહ્યું- વેક્સીનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે; આ સવાલોના જવાબ અમારી પાસે નથી.

દરિયામાં વધ્યું વાવાઝોડું, કાલે તમિલનાડુ અને પોંડીચેરી દરિયા કિનારે અથડાશે નિવાર, મોદીએ બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી.

ભારતની સૌથી ખતરનાક મિસાઈલનું સફળ પરીક્ષણ : 4300 કિલોમીટરની રફ્તારથી ટાર્ગેટ પર હુમલો કરશે ,

કેલિફોર્નિયામાં ચર્ચમાં હુમલો,22 વર્ષીય યુવકે ચાકુથી હુમલો કરતાં બેનાં મોત, પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી.

WHOની તપાસ ટીમ ઝડપથી ચીન જશે, અમેરિકામાં એક સપ્તાહમાં મૃત્યુ પામનારાઓનો આંકડો 10 હજારથી વધુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.