રાજકોટમાં 561 લોકોને પરણવું હતું પણ સરકારે 100ને જ મળી મંજૂરી.

ગુજરાત
ગુજરાત

રાજકોટ માં કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે 349 લોકો સામે જાહેરનામા ભંગના કેસ, સોશિયલ ડિસ્ટન્સનાં 192 અને 234 વાહનો ડિટેઇન કર્યા છે. તો બીજી તરફ લગ્નને લઇને 561 અરજીઓ આવતા 100 કરતા વધુ લગ્ન માટેની મંજૂરીઓ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ રાજકોટમાં નોંધાઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટનાં ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યુમાં રાજકોટવાસીઓનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 40 ચેક મુખ્ય પોસ્ટ અને 32 ઇન્ટરનલ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ત્રણ દિવસ દરમિયાન કર્ફ્યુ ભંગનાં 349 કેસ, સોશ્યલ ડિસ્ટન્સનાં 192 કેસ અને 234 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

કરફ્યૂની અમલવારી થઇ તે પહેલા જ અલગ-અલગ ઉદ્યોગીક એસોશિએશનો અને હોટલ, પાર્ટીપ્લોટનાં એસોશિએશન સાથે બેઠક કરી હતી. જેમાં ઉદ્યોગોમાં રાત્રિ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓને સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધીની શિફ્ટ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે રાજકોટનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં 561 લગ્ન માટેની મંજૂરીની અરજીઓ આવી છે. જેમાંથી 100 કરતા વધુ લગ્નને દિવસે લગ્ન માટેની મંજૂરી આપવામાં આવી છે. રાત્રી કરફ્યૂમાં મેડિકલ સ્ટાફ, પ્રેસ-મીડિયા અને સરકારી ઓન ડ્યુટી અધિકારીઓને જ બહાર નિકળવા દેવામાં આવશે. અહિં તમને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇ કાલે જે જાહેરાત કરી છે તેમાં હવે લગ્ન સમારંભ માં 100 લોકોને છૂટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં આવી હતી. જેને ઘટાડીને માત્ર 100 કરી દેવામાં આવી છે. આ નિર્ણય વકરતી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.