વડોદરામાં રેલવે વિભાગમાં 190 કર્મચારી અને પરિવારજનો સંક્રમિત થયાં, રેલવેતંત્રમાં દોડધામ

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરમાં રેલવેકર્મચારીઓ પણ કોરોના વાઈરસની બીમારીમાં સપડાયા છે. વડોદરા રેલવેતંત્ર દ્વારા 350 જેટલા આર્ટિફિશિયલ ટેસ્ટ અને 400 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બંને મળી કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 190 પર પહોંચ્યો છે. આમાં રેલવેકર્મચારીઓ અને તેમનાં પરિવારજનોનો સમાવેશ થાય છે. વડોદરા રેલવેના કર્મચારીઓ અને તેમનાં પરિવારજનો કોરોના સંક્રમિત થતાં કેટલાક દર્દીને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં ભરતી કરી સારવાર શરૂ કરવામાં આવી છે, તો કેટલાકને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા રેલવે વિભાગને કોરોના ટેસ્ટ કરવા માટે ઓગસ્ટ માસમાં આર્ટિફિશિયલ અને રેપિડ કિટ આપવામાં આવી હતી, ત્યાર બાદ પ્રતાપનગર રેલવે કોલોની અને યાર્ડમાં પણ ધનવંતરી રથના રાઉન્ડ પૂર્ણ કરાયા હતા, જેમાં રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમનાં પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કોઇપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નહોતો. જોકે હાલ પ્રતાપનગર રેલવે હોસ્પિટલ દ્વારા કોરોનાની ગંભીરતાને ધ્યાને લઇને આશરે 350 જેટલા આર્ટિફિશિયલ ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 40 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 400 જેટલા રેપિડ કરવામાં આવતાં એમાંથી 150 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જેને લઈ રેલવેતંત્ર સજ્જ થયું છે.

જે કોરોના સંક્રમિત રેલવે કર્મી હોસ્પિટલમાં ભરતી થવાની ઈચ્છા ધરાવે તેવા કર્મીઓને પ્રતાપનગર રેલવે હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે અને જે કર્મચારી ઘરે રહીને સારવાર કરવા જણાવે છે તેવા દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે, જેમને એક કિટ આપવામાં આવે છે, જેમાં થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર, તમામ ઈન્સ્ટ્રક્શન અને દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની માહિતી કિટમાં આપવામાં આવી છે. એ પ્રમાણે હોમ ક્વોરન્ટીન થયેલા દર્દી સવારે અને સાંજે એમ બે ટાઈમ ફોટો પાડીને રેલવે હેલ્થ ડિપાર્ટમેન્ટને મોકલવાનો હોવાનું જણાવાયું છે. જેથી દર્દીઓના આરોગ્ય વિશે જાણકારી મળી રહે.

કર્મચારીઓની રેલવે હોસ્પિટલ પ્રતાપનગર ખાતે દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ફરજ પરના તબીબો ખડેપગે રહી રેલકર્મીઓની સારવાર કરી રહ્યા છે. અત્યારસુધીમાં રેલવે હોસ્પિટલમાં એક 86 વર્ષીય મહિલા જેમને અન્ય પણ બીમારી હતી, તેમનું મોત થયું હતું. આ અગાઉ પ્રતાપનગર રેલવે હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા અપાતી સારવાર હેઠળ તમામ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

રેલવે હોસ્પિટલ, પ્રતાપનગરના એડિશનલ ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ક્રિષ્ણકુમારે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ અને રેપિડ ટેસ્ટ મળીને કુલ 750 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 190 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.