મહેસાણા નજીક વડોસણ બાયપાસ બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અમદાવાદ નિવાસી વિવેક સોલંકી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. વિવેક સોલંકી પોતાના બાઇક પર ચાણસ્માથી અમદાવાદ જઈ રહ્યો હતો. મહેસાણાના શિવાલય સર્કલ નજીક વડોસણ બાયપાસ બ્રિજ પર એક અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી. ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોને જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. યુવકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

- March 31, 2025
0
151
Less than a minute
You can share this post!
editor