પાટણ પોલીસ વડા વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લા પોલીસનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે કરેલ સુચના આધારે એન.ડી.પટેલ રીઝર્વ પોલીસ ઇન્સપેક્ટર મુખ્ય મથક, પાટણ તથા અને એચ.એસ. પટેલ, પો.સ.ઈ.નેત્રમનાઓ દ્વારા તા.૨૬ અને તા.૨૭ એમ બે દિવસીય મેડિકલ કેમ્પનું પોલીસ મુખ્ય મથક, પાટણ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનું પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓ અને ડોકટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેડિકલ કેમ્પનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું.
પોલીસ અધિક્ષક દ્વારા પોલીસના આરોગ્ય અને ફિટનેસ માટે ફૂડ હેબિટ અને જીવનશૈલીમાં યોગ્ય બદલાવ લાવવાની ભલામણ કરી તબીબોની પોલીસ પ્રત્યેની લાગણીને બિરદાવવામાં આવી હતી. આ કેમ્પ માં પાટણના વિવિધ પ્રકારના તબીબોએ પોલીસ અને પોલીસ પરિવારના સભ્યોનું નિદાન કરી જરૂરી માગૅદશૅન પુરુ પાડ્યું હતું. ડૉ.પ્રમોદભાઈ પટેલ દ્વારા પોલીસ અને પોલીસ પરિવાર માટે આયોજિત કેમ્પ પ્રશંસા કરવામાં આવી હતી.