મહેસાણા રમત સંકુલના ખેલાડીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યુ; જિલ્લા રમત વિકાસ અધિકારી વિરલ એ.ચૌધરીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સોમનાથ ખાતે તા.૧૮/૦૩/૨૦૨૫ થી તા.૨૧/૦૩/૨૦૨૫ દરમ્યાન સોમનાથ બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલ-૨૦૨૫ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ ઓ૫નએજ વયજુથ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેમાં સમગ્ર ગુજરાતમાંથી બીચ હેન્ડબોલ ભાઇઓમાં કુલ-૫૩ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સરદાર ૫ટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણા ખાતે કાર્યરત હેન્ડબોલ નિવાસી એકેડમીમાં તાલીમ મેળવતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ એકેડમીના એક્સપર્ટ કોચ સી.પી.સિંઘ અને ડિસ્ટ્રકીટ કોચ પ્રવિણ કુમારસિંઘના હાથ નીચે તાલીમ મેળવતા ખેલાડીઓએ બીચ હેન્ડબોલ રમતમાં સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાને વિજેતા થઇ રૂ. ૩,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા ત્રણ લાખ પુરા) રોકડ પુરસ્કાર મેળવી મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. મહેસાણા જિલ્લા રમત ગમત અઘિકારી વિરલકુમાર ચૌધરીએ ખેલાડીઓ અને કોચને પ્રથમ સ્થાને વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે જિલ્લા વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.