એકજ વર્ષમાં બે અલગ અલગ સંસ્થાઓ માંથી પરીક્ષાઓ આપી કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ
વિધાર્થી સંગઠન એનએસયુઆઈ દ્રારા કુલપતિને આવેદનપત્ર પાઠવી તપાસ ની માગ કરી; શિક્ષણની નગરી પાટણ શહેર અવાર નવાર પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચારો ના મામલે બદનામ થઈ રહી છે. ત્યારે વધુ એક વખત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા વિદ્યાર્થી સંગઠન એબીવીપી ના પાટણ જિલ્લા સંયોજક રાહુલ દેસાઈની એક જ વષૅ મા બબ્બે ડીગ્રી મેળવવા મામલે વિવાદ મા આવતાં શિક્ષણ આલમમાં સનસનાટી મચી જવા પામી છે.
વિદ્યાર્થી સંગઠન એબીવીપ ના જિલ્લા સંયોજક રાહુલ દેસાઈ ના એક જ વષૅ મા બબ્બે ડીગ્રી મેળવવા મામલે મંગળવારના રોજ વિધાર્થી સંગઠન એનએસયુઆઈ દ્રારા કુલપતિને લેખિતમાં આવેદનપત્ર પાઠવી આ મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. વિધાર્થી સંગઠન એનએસયુઆઈ દ્ધારા કુલપતિને લેખિતમાં આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વિધાર્થી સંગઠન એબીવીપી ના પાટણ જિલ્લા સંયોજક રાહુલ દેસાઈ એ માર્ચ – 2023 મા બીએ સેમ-6 બી.ડી.કોલેજ પાટણ થી પરીક્ષા આપી હતી તો ઓગસ્ટ-2023 મા સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) રાધનપુર ની કોલેજ માંથી પણ તેઓએ પરિક્ષા આપી છે.
યુજીસી 2022 ના નિયમ પ્રમાણે જો અભ્યાસક્રમ સમાન હોય તો એક જ વિધાર્થી બીજો અભ્યાસ કરી શકાતો નથી ત્યારે ઉપરોક્ત વિધાર્થી રાહુલ દેસાઈ એ HNGU મા એકજ વર્ષમાં બે પરીક્ષાઓ આપી હોવાના આધાર પુરાવાઓ સાથે રજુઆત કરી એક જ વષૅમાં બબ્બે ડીગ્રી મેળવી કૌભાંડ આચરનાર એબીવીપી ના જિલ્લા સંયોજક રાહુલ દેસાઈ અને તેને સહયોગ આપનાર સામે ઝીણવટભરી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રાહુલ દેસાઈ ના ગુણપત્રો ની નકલ વાઇસ ચાન્સલર ને આપીને યોગ્ય તપાસ ની માંગ કરી ચાલુ અભ્યાસ ક્રમ દરમ્યાન કૌભાંડ આચરનાર રાહુલ દેસાઈ એ સરકારની શૈક્ષણિક સ્કોલરશીપ મેળવીને પણ ગુનો આચર્યો હોવાના આક્ષેપો પણ NSUI દ્રારા કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. તો આ મામલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના કુલપતિ એ જણાવ્યું હતું કે વિધાર્થી સંગઠન એનએસયુઆઈ દ્રારા મળેલ આવેદનપત્ર મામલે યુનિવર્સિટી ઝીણવટ પૂવૅકની તપાસ હાથ ધટતી કાયૅવાહી કરશે તેવું જણાવ્યું હતું.