(જી.એન.એસ) તા. 26
વોશિંગ્ટન,
અમેરિકાની સરકારના અધિકારીઓએ યમનમાં ઈરાનના ટેકેદાર હૂતી ગ્રૂપ પર અમેરિકા દ્વારા હુમલો કરવાના કેટલાક સમય પહેલાં એક મેસેજિંગ ગ્રૂપમાં ભૂલથી યમન સાથેનાં યુદ્ધની યોજના જાહેર કરી હતી. આ વખતે તેમાં એક પત્રકાર પણ હાજર હતા. આ વાતનો ખુલાસો થતા વ્હાઈટ હાઉસમાં કેટલાક અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊઠયા છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા ડેમોક્રેટિક સાંસદોએ માગણી કરી છે. ડેમોક્રેટિક સાંસદોએ આ પ્રકારે મહત્ત્વની માહિતી લીક થઈ જાય તેની આકરી ટીકા કરી કહ્યું હતું કે આ પ્રકારે મહત્ત્વની માહિતી લીક થવી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ કાયદાના ભંગ સમાન છે. સંસદ દ્વારા તપાસ જરૂરી છે. એટલાન્ટિકના મુખ્ય સંપાદક જેફરી ગોલ્ડબર્ગે કહ્યું કે તેમણે 13 માર્ચે સિગ્નલ મેસેજિંગ એપ પર અજાણતા જ આમંત્રણ આપીને સામેલ કરવામાં આવ્યા હતા.
યુએસ પ્રમુખ ટ્રમ્પે 15મી માર્ચે રેડ સીમાં હૂતી ઉગ્રવાદીઓનાં ગ્રૂપ પર મોટાપાયે હુમલા કરવા લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું પણ તેનાં થોડા કલાકો પહેલા વ્હાઈટ હાઉસનાં અધિકારીઓ દ્વારા પત્રકારની હાજરીમાં આ પ્લાન જાહેર થઈ ગયો હતો. હૂતીઓને સાથ નહીં આપવા તેમાં ઈરાનને ચેતવણી આપવામાં આવી હતી. હુમલાના કેટલાક કલાક પહેલા સંરક્ષણ સેક્રેટરી પીટ હેગસેથ દ્વારા મેસેજિંગ ગ્રૂપમાં હુમલાનો પ્લાન જાહેર કરાયો હતો જેમાં હુમલા માટેનાં ટાર્ગેટ, અમેરિકા દ્વારા ઉપયોગમાં લેવાનાર શસ્ત્રો અને હુમલાનો ક્રમ દર્શાવાયો હતો. આમાં સિગ્નલ ચેટની અને કેટલાક અધિકારીઓની લાપરવાહી બહાર આવી હતી. અમેરિકાના કાયદા મુજબ આ પ્રકારની મહત્ત્વની અને ગુપ્ત માહિતી લીક થવી એ ગુના સમાન છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.