અજાણ્યા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ; ડીસાના કાંટ રોડ પર આવેલા રવેચી માતાજીના મંદિરના અજાણ્યા તસ્કરોએ તાળા તોડીને લાખોના દાગીના ચોરી ગયા હતા. જેમાં મંદિરમાંથી ચાંદીના છત્તર, ચાંદીના દીવા, સોનાનો ચાંદલો અને સોનાના મુગટ સહિત કુલ રૂપિયા 1,96,000/-ના દાગીનાની ચોરી થઈ છે.
મંદિરના પૂજારી ચંપકભાઈએ જણાવ્યું કે, સવારે જ્યારે તેઓ મંદિરે પહોંચ્યા. ત્યારે મંદિરની પૂર્વ તરફની બારી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. અંદર જઈને જોતા માતાજીની મૂર્તિઓ પરથી દાગીના ગાયબ હતા. આ ઘટનાની જાણ થતાં જ મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ છે. જેમાં બે અજાણ્યા શખ્સો ચોરી કરતા જોવા મળે છે.આ મામલે ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.