ગુજરાતી તો આવડતું ન હતું અને ઈંગ્લીશના રવાડે ચડ્યા..! આબરૂ ખોઈ…ને ઈજ્જતના ધજાગરા

ગુજરાતી તો આવડતું ન હતું અને ઈંગ્લીશના રવાડે ચડ્યા..! આબરૂ ખોઈ…ને ઈજ્જતના ધજાગરા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા ઉપર ભાર મૂકી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સર્વેક્ષણ દ્વારા નંબર આપવાનું પણ શરૂ કર્યું છે. આગામી સમયમાં પાલનપુર શહેરમાં સર્વેક્ષણ ટીમ આવવાની છે ત્યારે વર્ષે પાંચ કરોડ રૂપિયા શહેરમાં સફાઈ પાછળ ખર્ચાતા હોવા છતાં શહેરમાં કચરાના ઢગલા, ઉભરાતી ગટરો જોવા મળે છે એ સામે સજાગતા બતાવવાના બદલે સર્વેક્ષણ ટીમ જે રૂટ ઉપરથી પસાર થવાની છે એ રૂટના કચરા ના સ્ટેન્ડ હટાવી સુશોભન કરવાનું શરૂ કર્યું છે.

ગુજરાતીમાં પણ સાચું સ્વચ્છ પાલનપુર લખતા આવડતું ના હોવા છતાં વળી ઈંગ્લીશના રવાડે ચડ્યા પરિણામે ઈજ્જત ખોઈ અને આબરૂના ધજાગરા ઉડાવી દીધા! તસ્વીરમાં જોઈ શકાય છે કે, ગુજરાતીમાં “સ્વચ્છ” ના બદલે “સ્વસ્છ” લખ્યું છે ! અને અંગ્રેજી માં SWACHCHH ના બદલે SWACHH લખ્યું છે ! જાહેરમાં પાલનપુર નગરપાલિકા એ આવી ભૂલ કરવાની જીગર કરી છે. કારણ કે, શાસક પક્ષના સભ્યો મંજૂર મંજૂર કહીને ઉભા થઇ જાય છે. જ્યારે વિપક્ષ ફૂંફાડા મારવાનું ભૂલી ગયો છે. અને ધાર વિનાની બુઠ્ઠી તલવાર જેવો થઈ ગયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *