જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ના હસ્તે રેન્ક ધારણ કરાઈ; બનાસકાંઠાના પાંથાવાડા હો.ગા યુનિટ-કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને પાંથાવાડા ખાતે બઢતી પામેલ હોમગાર્ડઝ એનસીઓઝ નો રેન્ક ધારણ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ જવાનો સાથે ખભેખભો મિલાવી કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવતા હોમગાર્ડઝ જવાનો માટે તાજેતરમાં જ જિલ્લા સ્તરની બનાસકાંઠા ના દાતીવાડા ખાતે રેન્ક ટેસ્ટ પરીક્ષા યોજાઈ હતી. જેમાં પાંથાવાડા હો.ગા યુનિટ ના સભ્યોએ ભાગ લીધો હતો સદર રેન્ક ટેસ્ટમાં પાસ થયેલા એનસીઓઝ નો રેન્ક ધારણ કાર્યક્રમ પાંથાવાડા હો.ગા યુનિટ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે પો.ઇન્સ. એમ.બી બારડ, પો.સબ.ઇન્સ. જે.એચ. દંગી તેમજ પાંથાવાડા હો.ગા યુનિટના ઓફિસર કમાન્ડિન્ગ કે.જે.ઠાકર સહીત હો.ગા સભ્યો તેમજ નવ નિયુક્ત એનસીઓઝ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ નાઓએ નવનિયુક્ત એનસીઓઝ ને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ હો.ગા દળમા એનસીઓઝ ને તેમના કાર્યો અને ફરજો વિષે વિગતે માર્ગદર્શન આપ્યુ હતુ.