વિદ્યાર્થીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, જળસંચય, કુદરતી આપદા, પ્રૌઢ શિક્ષણ, પોષણયુક્ત ખોરાક જેવી માહિતી પૂરી પડાઈ
વિદ્યાર્થીઓને સ્વયંસેવક તરીકે NSSનું મહત્વ,ઉદ્દેશ્ય તેમજ રાષ્ટ્ર ભાવનાની જવાબદારીઓ સહિતની બાબતો અંગે માર્ગદર્શન અપાયું
સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના કુલપતિ ડૉ.આર.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાની પાંચ દિવસીય શિબિરનું આયોજન હાથીદરા મુકામે આગામી તા. ૨૨ માર્ચ સુધીમાં કરવામાં આવેલ છે. આ શિબિરમાં નિયામક, વિદ્યાર્થી કલ્યાણ, ડૉ.કે.પી. ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્વ, ઉદ્દેશ્ય તેમજ રાષ્ટ્રભાવના વિશે એક સ્વયંસેવક તરીકે આપણી શું જવાબદારી હોવી જોઈએ તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. કુદરતી આપત્તિ સમયે સ્વયંસેવક તરીકે શું જવાબદારી હોવી જોઈએ તેની માહિતી આપી હતી. કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય, ચીમનભાઈ પટેલ, ડૉ. એમ.ડી. સોલંકીએ વિદ્યાર્થીઓને આ પાંચ દિવસીય ખાસ શિબિરમાં ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ, જળસંચય, કુદરતી આપદા, પ્રૌઢ શિક્ષણ, પોષણયુક્ત ખોરાક જેવા આયોજનો વિદ્યાર્થીઓ થકી ખેડૂતોમાં પહોંચે તેવી પહેલ કરાઈ હતી.