પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા લોન ભરપાઈ ના કરનાર દુકાનની જાહેર મા હરાજી કરાઈ

પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા લોન ભરપાઈ ના કરનાર દુકાનની જાહેર મા હરાજી કરાઈ

આગામી સમયમાં બેંકની લોન ભરપાઈ ન કરનારની મિલકતની પણ હરાજી કરવામાં આવશે: ચેરમેન

પાટણ નાગરીક સહકારી બેંક લી. છેલ્લા ૬૦ વર્ષથી પાટણમાં કાર્યરત છે અને બેંકની એક આગવી પ્રતિષ્ઠા છે. પાટણ નાગરીક સહકારી બેંક દ્વારા આપવામાં આવતા ધીરાણની વસુલાત છેલ્લા એક વર્ષથી સખત રીતે કરવામાં આવી રહી છે તેમાંય ખાસ કરીને જે બાકીદારો છે તેઓની બાકી રકમ ઝડપથી વસુલ થાય તે રીતે હાલમાં બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બેંકના મુદતવીતી બાકીદારો ઘણા સમયથી બેંકના નાણાંની ચુકવણી કરતા ના હોવાના કારણે આવા બાદીદારોની જે મિલકત બેંકમાં મુકવામાં આવેલી હોય છે તેની હરાજી કરવાની શરૂઆત કરી છે તેના ભાગરૂપે મંગળવારે પાટણ શહેરના રેલ્વે સ્ટેશન પાસે નવનીત ચેમ્બર્સમાં આવેલ પ્રાતિ ઓટો સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન નં.૩૮ કે જેના માલિક મહેમુદાબાનું મોહમદઇશાક શેખ છે તે દુકાનનો કબજો ધણા સમય અગાઉ બેંક લઈ શીલ મારેલ હતુ જેની હરાજી મંગળવારે બપોરે ૧૨ કલાકે કરતા કુલ છ વ્યક્તિઓએ હરાજીમાં ભાગ લીધો હતો અને આ મિલકતની અપસેટ વેલ્યુ રૂ।. ૧૪ લાખ નકકી કરવામાં આવી હતી જ્યારે હરાજીમાં ભાગ લેનારાઓ પૈકી ડૉ. લાલબહાદુર સાધુએ રૂ।. ૧૪.૫૧ લાખની ઉંચી બોલી બોલતા બેંક દ્વારા તેઓની બોલી માન્ય રાખવામાં આવી હતી અને આગામી સમયમાં બેંકના મુદતવિતી બાકીદારોની જે મિલકતો બેંકમાં ગીરો છે તે તમામ મિલકતોનો કાયદા મુજબ કબજો લઇ હરાજીથી રા વેચાણ કરવાની પ્રક્રિયા બેંક દ્વારા હાથ ધરવામાં આવશે તેવુ ચેરમેન મહેન્દ્ર કે.પટેલ (વકીલ)એ જણાવ્યુ હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *