ત્રણ વર્ષ અગાઉ સ્વાગતમાં કરાયેલી ફરિયાદનો પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા ઉકેલ લાવી
દબાણકતૉ ત્રણેય મકાનોના પરિવારજનો ઘર વિહોણા બન્યા; પાટણના ગુલશન નગરમાં દબાણ મામલે ત્રણ વર્ષ અગાઉ સ્વાગતમાં કરાયેલ ફરિયાદની કાયૅવાહી પાલિકાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે હાથ ધરી વિસ્તારના ત્રણ ગેરકાયદે સરના દબાણો બુલડોઝર ફેરવી દેતા ત્રણેય દબાણ કતૉ પરિવારો ઘરવિહોણા બન્યા હતા.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના ગુલશનગર ના માર્ગ પરના દબાણો દૂર કરવા આજથી ત્રણેક વર્ષ અગાઉ સ્વાગતમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ગેરકાયદેસરના મકાનોના દબાણો દુર કરવા મંગળવારે પાટણ નગર પાલીકા તંત્ર એ પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી ગેરકાયદેસર ના દબાણો દુર કરતાં ત્રણેય દબાણ કતૉઓ મકાન વિહોણા બન્યા છે.
પાટણ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન ની મદદથી ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાવતા વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તો પાલિકાની આ કામગીરીને લઈને ગેરકાયદેસરના બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.