પડતર માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી; ગુજરાતમાં પડતર પ્રશ્નોને લઈને આરોગ્યકર્મીઓએ હડતાળનો માર્ગ અખત્યાર કર્યો છે. ત્યારે ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર અસોસિયને પણ પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે.
બનાસકાંઠા ઈન સર્વિસ ડોક્ટરો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસરના પેન્ડિંગ સિન્યોરિટી લિસ્ટ તાત્કાલિક બહાર પાડવામાં આવે, રેસિડેન્ટ ડોક્ટર અને બોન્ડેડ ડોક્ટરના પગારમાં વિસંગતા દૂર કરવામાં આવે, લાંબા સમયથી વિલંબમાં પડેલા તબીબોનાં જુનિયર સેવા સળંગ અંગેના હુકમ બહાર પાડવામાં આવે સહિતની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જેમાં પડતર માગણીઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 7 એપ્રિલથી રાજ્ય વ્યાપી માસ સીએલ કરી ઇન સર્વિસ ડોક્ટરો વિરોધનું બ્યુગલ ફૂંકશે.