(જી.એન.એસ) તા. 17
મેનગલુરુ,
કર્ણાટકની પોલીસ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે જેમાં મેંગાલુરુ પોલીસે ૭૫ કરોડ રૃપિયાની કીંમતનું ૩૭ કીલો એમડીએમએ જપ્ત કર્યુ છે તેમ પોલીસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ ડ્રગ્સ કેસ બાબતે એક અધિકારીના જણાવ્યા અનુસાર; આ સંબધમાં બે દક્ષિણ આફ્રિકન મહિલાઓેની ધરપકડ કરવામાં આવી છે. પત્રકાર પરિષદને સંબોધતા મેંગાલુરુ પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે જણાવ્યું હતું કે છ મહિના અગાઉ કરવામાં આવેલી ધરપકડથી આ ઓપરેશન ઉદ્ભવ્યું હતું.
સપ્ટેમ્બરમાં પોલીસે મેંગાલુરુના પંપવેલમાંથી હૈદર અલીની ધરપકડ કરી હતી. તેની પાસેથી ૧૫ ગ્રામ એમડીએમએ મળી આવ્યું હતું. આ સંદર્ભમાં વધુ તપાસ કરવામાં આવતા બેંગાલુરુમાંથી નાઇજિરિયાના નાગરિક પીટરની ૬ કરોડ રૃપિયાના એમડીઅએમએ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ આ મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડ્રગ્સની આ હેરાફેરીના તાર આંતરરાષ્ટીય સ્તરે જોડાયેલા છે. ડ્રગ્સની હેરાફેરી કરતા લોકો બેંગાલુરુ અને દિલ્હી હવાઇમાર્ગે આવતા જતા હતાં.
ચોક્સ બાતમીને આધારે મેંગાલુરુ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (સીસીબી) પોલીસે બે દક્ષિણ આફ્રિકન મહિલાઓ ૩૧ વર્ષીય બાંબા ફેન્ટ અને ૩૦ વર્ષીય અબિગેલ એડોનિસની ધરપકડ કરી છે.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર બંને મહિલાઓની ટ્રોલી બેગમાંથી એમડીએમએ ડ્રગ્સ, ચાર મોબાઇલ ફોન, પાસપોર્ટ અને ૧૮૦૦૦ રૃપિયા રોકડ પણ મળી આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.