ડીસા ભીલડી હાઇવે ઉપર અકસ્માતો નો સીલસીલો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ બાઈક સવાર અને બટાકા ભરેલ ટ્રેક્ટરનો અકસ્માત સર્જાયો હતો. ત્યારે વધુ એક અકસ્માત શનિવારના બપોરના સમયે ભીલડી હાઇવે રોડ પર ખેટવા બસ સ્ટેન્ડની સામે ટ્રક અને ટ્રેક્ટર અકસ્માત સર્જાયો છે. ડીસા ભીલડી હાઈવે પર ખેટવા ગામ નજીક હાઇવે પર બટાકા ભરી ને ટ્રેક્ટર જઈ રહ્યુ હતુ તે દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા બટાકા ભરેલ ટ્રોલી દુર ઢસડાતા ટ્રોલી પલ્ટી ખાઈ જતા ટ્રોલીમાં ભરેલ બટાકા કટા રોડ પર વિખરાઈ ગયા હતા. જ્યારે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજાઓ પહોચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ટ્રકનો આગળ નો કાચ તુટી જવા પામ્યો હતો.

- March 17, 2025
0
103
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next