એચપીસીએલ કંપનીના ફાયર ફાઈટરે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો; પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના સીધાડા થી ડાલડી તરફ જતા કસ્ટમ રોડ પર ઈલેક્ટ્રિક વાયરો અથડાવવાના રોડ સાઈડની કાટાળી વાડમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. જોકે આ આગની ધટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સાંતલપુરના એચપીસીએલ કંપનીના ફાયર ફાઈટર ને જાણ કરતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગ ઉપર કાબુ મેળવતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની કે નુકશાની થઈ ન હોય ઉપસ્થિતસૌએ રાહતનો શ્વાશ લીધો હતો.

- March 16, 2025
0
52
Less than a minute
You can share this post!
editor