બન્ને ઈસમોને ધટના સ્થળે લવાતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યાં; પાલૅર માલિકે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો તો શહેરીજનોએ પોલીસની કામગીરીને સરાહનીય લેખાવી
પાટણ શહેરના મદારસા ચોક નજીક ઓટો રિક્ષામાં આવી ને પાન પાર્લરના માલિક પાસે ઉધારમાં વસ્તુઓ માગતા વેપારીએ વસ્તુઓ આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા અસામાજિક તત્વો એ રિક્ષા માંથી લાકડી ધોકા કાઢી વેપારી ઉપર હુમલો કરી પાન પાલૅર માં તોડફોડ કરી હોવાની ધટના મામલે વેપાર સંજયભાઈ મોદી દ્વારા પાટણ એ ડિવિઝન પોલીસમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવી ગણતરીના કલાકોમાં ચાર પૈકીના બે ઈસમો ભરતભાઈ ભરવાડ અને રતનાભાઈ ભરવાડને ઝડપી લઇ તેઓનું જાહેરમાં સરઘસ કાઢી ઘટનાનું રિકન્ટ્રક્સન કરાવતા વિસ્તારના લોકો જોવા માટે ઘટના સ્થળ ઉમટી પડ્યા હતા. પોલીસ તંત્રની કાયૅવાહી બદલ પાર્લરના માલિક સંજયભાઈ મોદીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તો પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી.