બનાસ કમલમનું ઉદ્ઘાટન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ
અમારો તો જન્મ જ જીતવા માટે થયો છે:-સી.આર.પાટીલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ચડોતર ખાતે બનાવેલ જિલ્લા ભાજપ કાર્યાલય “બનાસ કમલમ”નું આજે પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સી.આર.પાટીલ ના પ્રવચનમાં બનાસકાંઠા લોકસભા સીટ હારવાનું દર્દ છલકાયું હતું.
બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ચડોતર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ “બનાસ કમલમ” નામે જિલ્લા ભાજપ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિતભાઇ શાહના પ્રયાસોથી દેશના 700 જિલ્લામાં ભાજપના અદ્યતન કાર્યાલય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય તો કેબિનેટ મંત્રીઓના કાર્યાલય કરતા પણ સારું હોવાનો ઉલ્લેખ કર્યો હતો
પોતાને હાર ગમતી ન હોઈ તેઓ “હાર” પહેરવાનું પણ પસંદ કરતા નથી. ત્યારે બનાસકાંઠા લોકસભા ની સીટ પર થયેલી હારનું દર્દ તેઓના પ્રવચન માં છલકાયું હતું. તેઓએ આપણો જન્મ જ જીતવા માટે થયો હોવાનું જણાવી બીજીવાર આવી ભૂલ ન થાય તે જોવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો.
જ્યારે બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે પણ કાર્યકરોને કાર્યાલમાં બેસી લોકોના કામ કરી વડાપ્રધાનના આત્મ નિર્ભર ભારતના સંકલ્પ ને સાર્થક કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી સહિત પ્રદેશ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મને “હાર” પસંદ નથી એટલે તો “હાર” પહેરતો નથી; પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે બનાસકાંઠા લોકસભાની હારનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે, મને “હાર” પસંદ નથી એટલે તો “(ફૂલ)હાર” પણ પહેરતો નથી. તેઓના પ્રવચનમાં બનાસકાંઠા લોકસભાની હારનું દર્દ છલકાયું હતું. તેઓએ જણાવ્યું હતું કે, અમારો જન્મ જ જીતવા માટે થયો છે. હવે પસ્તાવાનો મતલબ નથી. હવે કોઈ એરો ગેરો નથ્થુગરો આવી ન જાય તે માટે ભાજપના કાર્યકરોને આહવાન કર્યું હતું.
પાટીલ નો પાવર તો કાર્યકરો છે; પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પાટીલનો પાવર ઉતારવાની વાત કરનારાઓને આડે હાથ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે પાટીલ નો પાવર ઉતારવાની વાત કરી હતી. પણ એમને ખબર નથી કે પાટીલનો પાવર કાર્યકરો છે. જેઓનો જન્મ જ જીતવા માટે થયો છે.