ઈડર કોર્ટે વર્ષ 2021ના દુષ્કર્મના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સગીરા પર દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કેસની વિગતો મુજબ, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની એક યુવતી માતા-પિતાના મૃત્યુ બાદ ઈડર તાલુકાના લાલોડા ગામમાં તેના દાદા સાથે રહેતી હતી. 26 જુલાઈ 2021ના રોજ, હાલોલ તાલુકાના ખેરાવાવડી ગામનો વિજય ભરત નાયક નામનો શખ્સ યુવતીનું અપહરણ કરી ઈડરના સુરપુર ગામે આવેલા તબેલામાં લઈ ગયો હતો. આરોપીએ યુવતીને ત્યાં રાખીને વારંવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના વાલીવારસોએ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ન્યાયાધીશ કે.એસ. હિરપરાએ સરકારી વકીલ પ્રણવ સોનીની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લીધા. કોર્ટે આરોપી વિજય નાયકને પોક્સો એક્ટની કલમ-3,4(2) હેઠળ દોષિત ઠેરવ્યો છે. આ ગંભીર ગુનામાં કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે.

- March 15, 2025
0
63
Less than a minute
You can share this post!
editor