ચંડીસર પાસેથી ખોટી નંબર પ્લેટ વાળી ટ્રકમાંથી રૂ.52.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ચંડીસર પાસેથી ખોટી નંબર પ્લેટ વાળી ટ્રકમાંથી રૂ.52.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

કોલસાના કટ્ટાની આડમાં લઈ જવાતો રૂ.52.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો; પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર પાસેથી ખોટી નંબર પ્લેટ લગાવી કોલસાના કટ્ટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રકને એલસીબી પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.

એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ગઢ પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકતના આધારે નાકાબંધી ગોઠવી હતી. દરમ્યાન મોજે ચંડીસર ખાતે ડીસા-પાલનપુર હાઇવે ભારત પેટ્રોલિયમ પેટ્રોલ પંપ સામે હાઇવે રોડ ઉપર ટ્રક ગાડીના ચાલક સાંગારામ મુળારામ જાટ(કડવાસરા) રહે.જાટો કી બસ્તી પોસ્ટ.ગરડીયા તા.રામસર જી.બાડમેર વાળાએ પોતાના કબ્જાની ટ્રકમાં ખોટી નંબર પ્લેટ નં.RJ17GC 6334 વાળી લગાવી ગે.કા. અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૮૭૬ કિ.રૂ.૫૨,૫૫,૬૦૪/- તથા મોબાઇલ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ટ્રક કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા બિલ,ઇવે બિલ, બિલ્ટી, લાયસન્સ, વિમા પોલીસી, તાડપત્રી,પાવડરના કટ્ટા,ચાવી કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૭૨,૬૫,૬૦૪/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તથા પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર વિક્રમસિંગ રહે.હિસ્સાર હરીયાણા તથા દારૂ ભરેલ ટ્રક આપનાર વિક્રમસિંગનો માણસ તથા રાજકોટ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ નાઓ એકબીજાના મેળાપીપણાથી ગે.કા અને વગર પાસ પરમીટનો પંજાબ રાજય નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી આરોપીઓએ સંગઠીત થઇ સિન્ડીકેટ બનાવી આર્થિક લાભ સારૂ ગુનાહીત કૃત્ય કરેલ હોય જેની વિરૂધ્ધમાં ગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *