વડનગર તોરણ હોટલની નજીક તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં લાગી આગ:તંત્રની ઘોર બેદરકારી

વડનગર તોરણ હોટલની નજીક તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં લાગી આગ:તંત્રની ઘોર બેદરકારી

વડનગરમાં વૈશ્વિક સ્તરનું સંગીત મ્યુઝીયમ આકાર લઈ રહ્યું છે. જેમાં ગત રોજ કોઈ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોકે કહેવાય છે કે આગ લાગવાની ઘટના બનવા પાછળ ત્યાં નજીકમાં જ વેલ્ડીંગનું કામ ચાલુ હોવાથી આંગર ઘટના બની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આજ્ઞા બનાવની ઘટના વાયુવેગે સમહર વડનગર શહેરમાં ફેલાઈ જતા વડનગર નગરપાલિકા ટિમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યારે તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. આ મ્યુઝીયમમાં હાલના તબક્કે ફનીચર સાથે અન્ય કામો ચાલુ હોઈ નાસભાગ મચી જતા તેમાં મોટી દુર્ઘટના કે જાનહાની ટળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વડનગર નગરપાલિકાની ફાયર સિસ્ટમ ધૂળ ખાતી જોવા મળી છે. જ્યાં નગરપાલિકા પાસે ફાયરની વિવિધ સુવિધાઓ હોવા છતાં વિસનગર અને ખેરાલુથી ફાયર ટીમોને બોલાવવાની ફરજ પડી હતી જ્યાં વિસનગર અને ખેરાલુની ફાયર ટિમોએ પ્રસંશનિય કામગીરી કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વૈશ્વિક સ્તરે નિર્માણાધિન સંગીત મ્યુઝિયમમાં આટલા મોટાપાયે કોન્ટ્રાક્ટ આપેલો હોવા છતાં પણ જો આવી આગ લાગવાની ઘટના બનતી હોય તો એમાં બેદરકારી કોની ગણી શકાય અધિકારીઓની કે પછી કોન્ટ્રાક્ટરની??? તેવા આક્ષેપો લોકમુખે ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.

જવાબદાર અધિકારીઓની મોટી બેદરકારી જોવા મળી કે જ્યાં ફાયર સેફટી અનુસંધાને કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. ત્યારે મસ મોટો સવાલ એ થાય છે કે જો અન્ય કોઈ જગ્યાએ ફાયર સેફટીની સુવિધા ન હોય તો શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે છે તો શું જવાબદાર અધિકારીઓ પર ફાયર સેફટીના અભાવે લીધે કોઈ પગલાં ભરવામાં આવશે કે નહીં??એ હવે જોવાનું રહ્યું. વડનગર નગરપાલિકાની ધૂળ ખાતી ફાયર સેફટીની સાધન સામગ્રી ક્યારે ઉપયોગમાં આવશે તે પણ જોવાનું રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન માંજ નગરપાલિકાની કથળી ગયેલી સ્થિતિ જોવા મળી જેને “એ” કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે નવા ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યો પાલિકાની કથળેલી સ્થિતિને કઈ રીતે સુધરશે તે તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *