ચાણસ્મા પોલીસ ઈન્સપેકટર આર.એચ, સોલંકી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચાણસ્મા પો.સ્ટે.મા નોધાયેલ જસલપુર ગામની રૂની ચોરીનો મુદ્દામાલ બે શખ્સો ઓટો રીક્ષામાં ભરી નીકળનાર હોવાની હકીકત મળતાં ટીમે બાતમી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતાં રિક્ષા નંબર GJ-24-W8476 માં ઇસમો રિક્ષામાં રૂ ભરી લઈ જતા હોઈ જેને રોકી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં રિક્ષામાં ભરેલ રૂની ચોરી જશલપુર ગામેથી કરેલ હોવાની કબૂલાત કરતા પોલીસે બાલસંગ પ્રેમજીભાઇ ઠાકોર રહે. રણાવાડા, તા.સમી જી. પાટણ હાલ રહે.ચાણસ્મા સાંઈ ફાર્મ ઉપર અને દીનેશજી ગોવિંદજી ઠાકોર મુળ રહે. મીઠી ધારિયાલ તા. ચાણસ્મા જી. પાટણ હાલ રહે. ચાણસ્મા રામજી મંદિર ભાવસારવાસ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ રીક્ષા કબજે કરી ચાણસ્મા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- March 10, 2025
0
41
Less than a minute
You can share this post!
editor