ખેડૂતના નુકસાન ની તંત્ર દ્વારા તપાસ કરી સરકાર તરફથી વળતર મળે તેવી ખેડૂત પરિવારે માગ કરી; પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે ખેડૂતના ખેતરમાં અગમ્ય કારણોસર આગ લગતા ખેતરમાં વાવેતર કરેલ જીરું નો પાક બળી ને ખાખ થઈ જતાં ખેડૂત ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે તો અગમ્ય કારણોસર ખેતરમાં લાગેલી આગમાં ખેડૂત ને થયેલ નુકસાન ની તંત્ર દ્વારા તપાસ હાથ ધરી ખેડૂત ને નુકસાન પેટે સરકાર તરફથી વળતર મળે તેવી માગ ખેડૂત પરિવાર કરી રહ્યો છે.
આ ઘટના ની મળતી હકીકત મુજબસાંતલપુર તાલુકાના પાટણકા ગામના ખેડૂત ગગદાસભાઈ અજાભાઇના ખેતરમાં ગતરોજ કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી તો આ આગમાં ખેડૂત દ્વારા ખેતરમાં વાવેતર કરાયેલ જીરું વાઢીને ખરામાં રાખેલ હતું તે પણ આ આગની લપેટમાં આવતા તમામ જીરુ બળીને રાખ થઇ જતા ખેડૂત ને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. સાંતલપુરના પાટણકા ગામે આગની ઘટનામાં ખેડૂત ને થયેલ નુકશાનની તંત્ર દ્વારા તપાસ કરાવી સરકાર તરફથી નુકસાન ની સહાય ચુકવવામાં આવે તેવી ખેડૂત પરિવાર માંગ કરી રહ્યો છે.