પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ક્રિકેટ મેચની ફાઈનલ મેચમાં ભારતનો ભવ્ય વિજય થતાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ભારતના વિજયની ખુશીનો જસ્ન સ્વયંભૂ પાટણના લોકોએ બગવાડા દરવાજા ખાતે ઢોલ નગારા સાથે ફટાકડા આતશબાજી કરી મનાવ્યો હતો. ક્રિકેટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થતાંની સાથે જ શહેરના બગવાડા દરવાજા ખાતે ક્રિકેટ પ્રેમીઓ સહિત ઉત્સવ પ્રિય પાટણની જનતાનું કિડીયારૂ ઉભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે લોકોએ ઢોલ નગારા અને ફટાકડાની આંતકબાજી કરી ભારતના વિજયને એક કલાક થી વધુ સમય જાહેર માગૅ પર વધાવ્યો હતો.
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ક્રિકેટ મેચમાં ટીમ ઇન્ડિયાના ભવ્ય વિજયોત્સવ ની ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છનીય ધટનાન બને તે માટે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે. જે. ભોંય અને પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં ગોઠવાયો હતો અને પાટણ ના ક્રિકેટ રસીકો સહિત ઉત્સવ પ્રિય લોકોને શાંતિપૂર્ણ રીતે સમજાવી પોત પોતાના ઘરે જવા અપીલ કરતા લોકોએ પણ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોતપોતાના ઘરે જવા રવાના થયા હતાં.