અમીરગઢ માં ગત રાત્રીએ બે ચોરી ની ઘટના સામે આવી છે. અમીરગઢ માં તસ્કરો થોડા થોડા સમય માં ચોરીની ઘટના ને અંજામ આપવામાં સફળ થઈ રહ્યા છે. તેવામાં ગત રાત્રી એ અલગ અલગ બે જગ્યાએ ચોરી થતા સ્થાનિકો માં ફફડાટ ફેલાવા પામ્યો છે. અમીરગઢ માં નીસાચારો નો તરખાટ મચાવી મુકતા એક રાત્રિ માં બે દુકાનો ને નિશાન બનાવવામાં સફળ થયા છે. નિસાચરો ની ચોરીની ઘટનાના સીસીટીવી કેમેરા ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બંને દુકાનો ની ચોરીની ઘટનામાં લાખો રૂપિયાની ના મુદ્દામાલ ની ચોરી થઈ હોવાનું અનુમાન છે. મુખ્ય બજાર માં આવેલ કરિયાણા દુકાન તેમજ સોનીના રહેણાક મકાનમાં ચોરીની ઘટના બનવા પામી છે. ચોરી ના બનાવની જાણ પોલીસ ને થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

- March 9, 2025
0
58
Less than a minute
You can share this post!
editor