પાલનપુરમા અંબિકાનગર માંથી ચોરાયેલું બાઇક થ્રી લેગ બ્રિજ પાસે થી મળી આવ્યું; પાલનપુર શહેરમાં બાઇક ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે પૂર્વ પોલીસની ટીમે જૂની આરટીઓ કચેરી પર આવેલ થ્રી લેગ એલિવેટીડ બ્રિજ પાસે વોચ ગોઠવીને ધાનેરા તાલુકાના ગોલા ગામના એક યુવકને ચોરીના બાઇક સાથે ઝડપી પાડયો છે.
પાલનપુરના મીની અંબિકા નગર વિસ્તારમાં થી એક બાઇક ની ઉઠાંતરી થઇ હોવાની પૂર્વ પોલીસ મથકે જાણ કરવામા આવતા પોલીસની ટીમે બાઈક ચોરને ઝડપી પાડવા નેત્રમ ની મદદથી સીસી ટીવી કેમેરા ચેક કરી જૂની આરટીઓ કચેરી પર આવેલ થ્રી લેગ એલિવેટીડ બ્રીજનાં છેડે વોચ ગોઠવી ચોરી વાળું બાઈક આવતા તેના ચાલક નું નામ સરનામું પૂછતા તે ધાનેરા તાલુકાના ગોલા ગામનો ઓખાભાઈ મશરૂભાઇ સુથાર હોવાનું અને તેની પાસે રહેલા બાઇકની તેને ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેને ચોરીના બાઇક સાથે ઝડપી પાડી તેની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.